![]() |
| ગિફ્ટ સીટી |
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ તેમના સ્વપ્ન સમાન ગિફટ પ્રોજેકટને બેન્કર્સ તરફથી ટેકો મળ્યો છે. સિન્ડિકેટ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને કોર્પેારેશન બેન્ક સહિત પાંચ બેન્કના કોન્સોટિર્યમે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)ને રૂા.૧,૧૫૭ કરોડની લોન મંજૂર કરી છે. સાબરમતી નદીના કિનારે નિર્માણાધિન ગિફટ સીટીને લંડન ડોકયાર્ડ, ટોકયોના શિંઝુકુ અને શાંઘાઈના લુઝિયાઝુઈની જેમ ફાઈનાન્સીયલ હબ તરીકે વિકસાવાશે.
ગિફટ સીટીના મેનેજિંગ ડિરેકટર આર.કે.ઝાએ જણાવ્યું કે, શહેરમાં કેર ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવા આ રકમ ખર્ચાશે. તેમાં સબ સ્ટેશન સાથે અત્યાધુનિક પાવર ડિસ્ટિ્રબ્યુશન સિસ્ટમ, જળાશય, એક ઓટોમેટેડ વેકયુમ વેસ્ટ કલેકશન સિસ્ટમ, ડિસ્ટિ્રકટ કુલિંગ, પાણી અને ગટર શુધ્ધિકરણ પ્લાન્ટ, સ્માર્ટ યુટિલિટી ટનલ અને રસ્તા બાંધવામાં આવશે.
ઝાએ જણાવ્યું હતું કે, તેઓ આગામી ત્રણ વર્ષમાં રૂા.૧૮૧૮ કરોડનો ખર્ચ કરવાની યોજના ધરાવે છે. જેમાંથી રૂા.૧૧૫૭ કરોડ પાંચ બેન્કો પાસાથી મળશે જયારે બાકીની રકમ ઈકિવટી અને આંતરીક રકમ દ્રારા ફંડિંગ કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ૮૮૬ એકરમાં પથરાયેલ ગિફટ સીટીમાં ત્રણ તબકકામાં ૬.૨ કરોડ ચોરસ ફટ જગ્યામાં બાંધકામ કરવામાં આવશે. પ્રથમ તબકકામાં ૧.૩ કરોડ ચોરસ ફટ સ્પેસ વિકસાવાશે જેમાંથી ૧.૦૬ કરોડ ફટ જગ્યા વિવિધ બેન્કો, નાણાકીય સંસ્થાઓ, હોટેલ, હોસ્પિટલ, શાળાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને ફાળવવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ગિફટ સીટીમાં બે લાખ ચોરસ ફટ જગ્યામાં એક ઓફિસ બાંધવાના રાઈટસ મેળવ્યા છે.આઈએલ એન્ડ એફએસે આઠ લાખ ચોરસ ફટની બે ઈમારતો બાંધી છે. જેમાં દરેકમાં ૨૯ માળ છે. નોઈડા સ્થિત વલ્ર્ડ ટ્રેડ સેન્ટર અહીં ૧૦ લાખ ચોરસ ફટ ઓફિસ સ્પેસમાં બાંધકામ કરી રહ્યું છે. આ ઈમારતમાં સેઝ, હોટેલ, કન્વેન્શન સેન્ટર, મોલ, એપાર્ટમેન્ટસ, મનોરંજન ઝોન, ટેક પાર્ક તથા શેરબજાર પણ હશે.

No comments:
Post a Comment